મિત્રો મોહમ્મદ શમી, એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે જમણા હાથે ઝડપી બોલિંગ કરે છે.અને તેઓ ખુબજ ફેમોસ છે,

sorce : ESPNcricinfo

ડોમેસ્ટિક ક્રિકેટમાં બંગાળ તરફથી રમતા શમી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં ગુજરાત ટાઇટન્સ તરફથી રમે છે. 

મોહમ્મદ શમી ભારત માટે રમતના ત્રણેય ફોર્મેટમાં રમે છે અને તે ક્રિકેટ જગતના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. 

મોહમ્મદ શમી, 145 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર શમીને રિવર્સ સ્વિંગ એક્સપર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સિઝનમાં દિલ્હી ડેરડેવિલ્સે મોહમ્મદ શમીને 4.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તે સિઝનમાં શમીએ 12 મેચ રમી હતી અને 7 વિકેટ લીધી હતી.

દિલ્હી ડેરડેવિલ્સે તેને 2015ની સીઝન માટે પણ જાળવી રાખ્યો હતો. 2018ની IPLની હરાજીમાં તેને ફરીથી દિલ્હી ડેરડેવિલ્સે ખરીદ્યો હતો.

2022ની IPLની હરાજીમાં નવી ટીમ ગુજરાત ટાઇટન્સે 6.25 કરોડ રૂપિયાની મોટી રકમ ચૂકવીને શમીને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 

તે સિઝનમાં તેણે 16 મેચમાં ટીમ માટે 20 વિકેટ લીધી હતી અને તેની ટીમને IPL ટાઇટલ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાના શાનદાર પ્રદર્શનના કારણે મોહમ્મદ શમીએ 2013માં ભારતીય ટીમમાં જગ્યા બનાવી હતી. શમીએ 6 જાન્યુઆરી 2013ના રોજ પાકિસ્તાન સામે દિલ્હીમાં પોતાની ODI ડેબ્યૂ કરી હતી.

તેણે તેની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 9 ઓવરમાં 23 રન આપીને એક વિકેટ પણ લીધી હતી. જેમાં તેણે ચાર મેડન ઓવર નાંખી હતી.